WELCOME OUR BLOG MORE VISIT US : SB KHERGAM BLOGGING SITE 

Technology

Monday 22 April 2024

કબૂતરનું અંતિમ સંસ્કાર


શાળામાં પક્ષીઓ માટે ઘર બનાવી તેમનું જતન અને સંરક્ષણ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે.

જેમાં ચકલીઓ, કબૂતરો અને બુલબુલ પક્ષીઓએ માળા બનાવી તેઓ નિર્ભય પણે હરેફરે છે. 

ચકલીઓ અને કબૂતરો માટે પૂંઠાના માળા બનાવ્યાં છે. જ્યારે બુલબુલ શાળા બાગમાં માળા બનાવી વસવાટ કરે છે.

શાળામાં પક્ષીઓ માટે બાળકો દ્વારા પૂંઠાના પક્ષી ઘર બનાવવામાં આવ્યા છે. જેમાં કબૂતરની બે જોડીએ માળાઓ બનાવ્યા હતા. જેમાં તેઓ વસવાટ કરતાં હતાં. કબૂતર પણ શાળામાં નીડર પણે હરતાં ફરતાં હતાં. તેમને પણ બાળકોની બીક લાગતી નહોતી. નાનાં બાળકો તેમને કબુબેનથી બોલાવતા હતાં. પરંતુ અચાનક તારીખ ૧૮-૦૪-૨૦૨૪નાં દિને અચાનક મૃત્યુ પામતાં બાળકો દ્વારા ગભરાયેલા સ્વરે મૃત્યુ અંગેની મને જાણ કરવામાં આવી. બાળકોને પણ પક્ષીઓ પ્રત્યે ઘણો લગાવ હતો. જેથી પક્ષીઓ પ્રત્યે કરૂણા જળવાય રહે એ હેતુસર શાળાનાં એક ખૂણા પર પુષ્પથી અંતિમ વિધિ કરવામાં આવી.


No comments:

Post a Comment

recent comments